[Essay on corruption in 1000 words in Gujarati] ભ્રષ્ટાચાર પર 1000 શબ્દોમાં નિબંધ

Essay on corruption in 1000 words in Gujarati : આપણા દેશમાં ભ્રષ્ટાચાર આજકાલથી નહીં પરંતુ ઘણી સદીઓથી ચાલ્યો આવે છે. અને દિન પ્રતિદિન તેમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે આપણા દેશની હાલત બદથી બદતર થઈ રહી છે. એક પદ વિશેષ પર બેઠેલા વ્યક્તિ દ્વારા પોતાના પદનો દૂરઉપયોગ કરવો તેને જ ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. આવા લોકો પોતાના પદનો ફાયદો ઉઠાવીને કાળા બજાર, કૌભાંડ, લાંચ ની લેવડદેવડ કરવા જેવા કાર્યોમાં મશગુલ રહે છે. જેના કારણે આપણા દેશ ના પ્રત્યેક વર્ગ પ્રભાવિત થઈ રહ્યા છે. અને તેના કારણે આપણા દેશમાં આર્થિક રીતે પણ નુકસાન થઈ રહ્યું છે. 

ભ્રષ્ટાચાર વિષય નિબંધ
ભ્રષ્ટાચાર વિષય નિબંધ

ભ્રષ્ટાચાર ઉધઈની જેમ છે જે ધીરે ધીરે આપણા દેશને અંદરથી ખાલી કરી રહ્યો છે. આજે આપણા દેશમાં પ્રત્યેક સરકારી કાર્યાલયો કે બિનસરકારી કાર્યાલયોમાં અને રાજકારણમાં ભ્રષ્ટાચાર ઠાંસી ઠાંસીને ભરાઈ ગયો છે. જેના કારણે દેશનો સામાન્ય માણસ વિના કારણે પરેશાન થઈ રહ્યો છે. જો ભ્રષ્ટાચારને આગામી સમય સુધીમાં કાબુમાં નહીં લેવામાં આવે તો આપણો આખો દેશ ભ્રષ્ટાચારની ભેટ ચડી જશે તેમાં કોઈ શંકા નથી.

ટાઈટલ ભ્રષ્ટાચાર પર નિબંધ Essay In corruption
કેટેગરી નિબંધ
કેટલા શબ્દ માં 1000 શબ્દ
વેબસાઈટ www.gujjuupadate24.com

ભ્રષ્ટાચાર નો અર્થ

ભ્રષ્ટાચાર શબ્દનો અર્થ તેના નામમાં જ છુપાયેલો છે. ભ્રષ્ટાચાર એટલે કે ભ્રષ્ટ એટલે કે ખરાબ કે બગડેલો તથા આચરણ નો મતલબ ચાલ ચલગત કે કાર્ય. અર્થાત ભ્રષ્ટાચારનો શાબ્દિક અર્થ એ આચરણ જે કોઈ પણ પ્રકારે અનીતિથી ભરેલું કે અનુચિત હોય. ભ્રષ્ટાચારમાં મુખ્ય રીતે લાંચ એટલે કે રિશ્વત, ચૂંટણીમાં ગરબડ, બ્લેકમેલ કરવા, ટેક્સ ચોરી, ખોટી કબુલાત, ખોટા કેસ, પરીક્ષામાં નકલ, પરીક્ષાર્થી નું ખોટું મૂલ્યાંકન, હપ્તા સિસ્ટમ, ફરજિયાત ફંડ લેવું, ન્યાયાધીશો દ્વારા પક્ષપાત પૂર્ણ નિર્ણયો, પૈસા લઈને મત આપવો, મત લેવા માટે પૈસા તથા દારૂની વહેંચણી કરવી, પૈસા લઈને રિપોર્ટ છાપવા, પોતાના કાર્ય કરાવવા માટે રોકડ રૂપિયા આપવા, આ બધું ભ્રષ્ટાચાર ના પ્રકારો છે.

આ પણ વાંચો   ભ્રષ્ટાચાર વિશે નિબંધ | Essay on corruption in Gujarati

આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંગઠન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ના વર્ષ 2017 ના અહેવાલ અનુસાર વિશ્વના સૌથી વધુ ભ્રષ્ટાચાર યુક્ત દેશોમાં ભારત દેશનું સ્થાન 81 મુ છે.

આજના સમયમાં ભારતમાં ભ્રષ્ટાચારના ખીલ્લા એટલા ઊંડે ધરબાઈ ગયા છે કે હવે કોઈ પણ એવું ક્ષેત્ર બાકી નથી રહ્યું જ્યાં ભ્રષ્ટાચાર ન પહોંચ્યો હોય. રાજકારણ તો ભ્રષ્ટાચાર નો સમાનાર્થી શબ્દ જ બની ગયું છે. આજે ભારતમાં ભ્રષ્ટાચાર દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે. આપણે અગાઉ વાત કરી તેમ કાળા બજાર એટલે કે જાણી જોઈને ચીજ વસ્તુઓના ભાવ વધારવા, અને પોતાના સ્વાર્થ માટે ચિકિત્સા જેવા ક્ષેત્રોમાં પણ જાણી જોઈને ખોટા ઓપરેશન કરીને પૈસા પડાવવા, દરેક કામ પૈસા લઈને જ કરવા, કોઈ પણ સામાન સસ્તો ખરીદીને મોંઘા ભાવે વેચવો, ચૂંટણીમાં ગરબડ કરવી, લાંચ લેવી દેવી, ટેક્સ ચોરી કરવી,  બ્લેકમેલ કરવું, પરીક્ષામાં નકલ કરવી, પરીક્ષાાર્થીઓનું ખોટું મૂલ્યાંકન કરવું, હપ્તા વસુલી, ન્યાયાધીશો દ્વારા પક્ષપાતભર્યા નિર્ણયો, પૈસા લઈને મત આપવો, મત લેવા માટે પૈસા તથા દારૂની વહેંચણી કરવી, પૈસા લઈને રિપોર્ટ છાપવા, પોતાના કાર્ય કરાવવા માટે રોકડ રૂપિયા આપવા વગેરે ભ્રષ્ટાચાર ના પ્રકારો છે અને તે પોતપોતાના ક્ષેત્રમાં અડ્ડો જમાવીને બેસી ગયા છે.

ભ્રષ્ટાચાર ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલો છે. શિક્ષણ વિભાગ પણ ભ્રષ્ટાચાર થી અલિપ્ત રહેવા પામ્યું નથી. ઉલટા નું શિક્ષણ ક્ષેત્ર તો ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનતું જાય છે. જ્યાં એડમિશનથી લઈને સમસ્ત પ્રકારની શૈક્ષણિક પ્રક્રિયા તથા નોકરી મેળવવા સુધી, ટ્રાન્સફરથી લઈને પ્રમોશન સુધી બધે ભ્રષ્ટાચાર જોવા મળે છે.

ભારતના અમુક મોટા ભ્રષ્ટાચારના કૌભાંડ

  • યુરિયા કૌભાંડ 133 કરોડ રૂપિયા
  • ચારા કૌભાંડ 950 કરોડ રૂપિયા
  • શેરબજાર કૌભાંડ 4000 કરોડ રૂપિયા
  • સત્યમ કૌભાંડ 7000 કરોડ રૂપિયા
  • સ્ટેમ્પ પેપર 43,000 કરોડ રૂપિયા
  • કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ 70,000 કરોડ રૂપિયા
  • 2G સ્પેક્ટ્રમ કૌભાંડ 1,67,000 કરોડ રૂપિયા
  • અનાજ કૌભાંડ 2,00,000 કરોડ રૂપિયા (અંદાજીત)
  • કોલસા ખાણ આવન્ટન કૌભાંડ 12,00,000 કરોડ રૂપિયા
  • બોફોર્સ કૌભાંડ 64 કરોડ રૂપિયા
આ પણ વાંચો   ભ્રષ્ટાચાર વિશે નિબંધ | Essay on corruption in Gujarati

ભ્રષ્ટાચાર થવાના કારણો

ભ્રષ્ટ રાજકારણને કારણે આપણા દેશમાં દરેક બીજો રાજનેતા ભ્રષ્ટ બની ગયો છે. તેમની છબી ખરડાઈ ચૂકી છે છતાં તેઓ દેશના રાજનેતા બનેલા છે અને સરકાર ચલાવે છે.

ભાઈ, ભત્રીજા વાદને કારણે મોટા અધિકારીઓ પોતાના પદોનો દુરુપયોગ કરીને પોતાના સંબંધીઓને નોકરીઓ અપાવી રહ્યા છે. પછી ભલે તે વ્યક્તિ તે નોકરી કરવાની લાયક હોય કે ન હોય. આના કારણે દેશમાં બેરોજગારી ફેલાય છે.

ખોટા દેખાવો અને પ્રદર્શન કરવા માટે, તથા ખોટી સામાજિક પ્રતિષ્ઠા મેળવવા માટે, દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ પોતાના ટેક્સ બચાવીને મોટા અધિકારીઓને લાંચ આપે છે. જેથી તેઓને ટેક્સ ન ભરવો પડે. આમ કરવાથી આપણા દેશના વિકાસ માટે અનુમાનિત રકમ એકઠી થઈ શકતી નથી. અને દેશનો વિકાસ થઈ શકતો નથી. તેના માટે આપણા દેશના ટેક્સ ન ભરતા મોટા ઉદ્યોગકારો અને મોટા અધિકારીઓ જવાબદાર છે.

એ સિવાય અધર્મ તથા પાપ થી ડર્યા વિના બેશરમ થઈને અનીતિના કામ કરવાની માનસિકતા, વધારે મહેનત કર્યા વગર ધન એકઠું કરવાની લાલચ, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ ભાવના નો અભાવ, માનવીય સંવેદનાઓની અછત, ગરીબી, ભૂખમરો તથા વધતી મોંઘવારી, બેરોજગારી, જન સંખ્યા વૃદ્ધિ તથા વ્યક્તિગત સ્વાર્થ માં વધારો થવો, નબળી કાયદા વ્યવસ્થા, અને નૈતિક મૂલ્યોમાં આવેલો ભારે ઘટાડો, ભૌતિક વિલાસમાં જીવવા તથા એશો આરામ કરવાની આદત, પૈસા નહીં જ સર્વસ્વ માનવું, વગેરે ભ્રષ્ટાચાર વધવાના કારણો છે.

શિક્ષણનો અભાવ હોવાના કારણે ગરીબ લોકો સરકારી યોજનાઓનો ફાયદો નથી મેળવી શકતા. કારણ કે ત્યાંના જન પ્રતિનિધિ તે યોજનાઓ વિશે તેમને જણાવતા જ નથી. અને બધા લાભો પોતે જ હજમ કરી જાય છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી રાજકીય પાર્ટીઓ પોતાનો ખોટો પ્રચાર કરે છે. અને પોતે કોઈ કામ કર્યું ન હોય તેનો પણ પ્રચાર કરે છે.

આ પણ વાંચો   ભ્રષ્ટાચાર વિશે નિબંધ | Essay on corruption in Gujarati

દેશના અમુક ભ્રષ્ટ નેતા આપણા દેશના લોકોની ભાષા અને ધર્મ ના નામે પણ રાજનીતિ કરે છે. પ્રજા પોતાની ભાષા અને ધર્મ ના વિવાદને લઈને એકબીજા સાથે લડવા લાગે છે. અને તેનો ફાયદો ઉઠાવીને ટ્રસ્ટ નેતાઓ પોતાના કૌભાંડ ઢાંકી દે છે. જ્યારે કોઈને આ ભાવને કારણે કષ્ટ થાય છે તો તે ભ્રષ્ટ આચરણ કરવા માટે મજબૂર બની જાય છે.

ભ્રષ્ટાચાર વિરોધી દિવસ

વિશ્વભરમાં ભ્રષ્ટાચાર સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા હેતુ તથા આખી દુનિયામાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે દર વર્ષે 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવા માટે બધા સરકારી, પ્રાઇવેટ, બિન સરકારી સંસ્થાઓ, અને નાગરિક સંગઠનો ભ્રષ્ટાચાર સામે એક થઈને લડાઈ લડવાનો સંકલ્પ કરે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 31 ઓક્ટોબર 2003 ના રોજ એક પ્રસ્તાવ પસાર કરીને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. યુએનજીએ દ્વારા આ દિવસ દર વર્ષનો 9 ડિસેમ્બર નો હોવાની જાહેરાત કરી હતી. ભ્રષ્ટાચાર સામે સંપૂર્ણ રાષ્ટ્ર તથા દુનિયા ની આ લડાઈમાં સામેલ થવું એક શુભ ઘટના કહી શકાય. કારણ કે ભ્રષ્ટાચાર આજે કોઈ એક દેશ માટે નહીં પરંતુ આખા વિશ્વ માટે મોટી સમસ્યા બની ગયો છે. આપણે ભારતવાસીઓ આખા વિશ્વમાંથી ભ્રષ્ટાચાર હટાવવામાં યોગદાન ન આપી શકીએ તો કંઈ નહીં, આપણા ભારત દેશમાંથી પણ ભ્રષ્ટાચાર હટાવવા યોગદાન ન આપી શકીએ તો પણ કંઈ નહીં પરંતુ આપણે વ્યક્તિગત રીતે એટલું તો ચોક્કસ કરી શકીએ કે જ્યારે પણ ચૂંટણીમાં આપણને મતાધિકાર મળે ત્યારે એવા લોકો કે પક્ષ ને મત ન આપવો જેનો ભૂતકાળમાં ભ્રષ્ટાચાર સાથે સંબંધ હોય

whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!