ભ્રષ્ટાચાર વિશે નિબંધ | Essay on corruption in Gujarati

Essay on corruption : ભ્રષ્ટાચાર દિવસે દિવસ વધી રહ્યો છે.  પોતાના પદનો દુરુપયોગ કરીને અંગત સ્વાર્થ માટે કરવામાં આવેલ અનીતિના કાર્યને ભ્રષ્ટાચાર થી પ્રોત્સાહન મળે છે . આ લેખ માં આપણે ભ્ર ષ્ટાચાર વિશે 10 લાઇન,ભ્રષ્ટાચાર વિશે 200 શબ્દોમાં નિબંધ,ભ્રષ્ટાચાર વિશે 500 શબ્દોમાં નિબંધ વિષે આપણે આ લેખ વિષે સમજીશું.

 

ભ્રષ્ટાચાર વિશે નિબંધ
ભ્રષ્ટાચાર વિશે નિબંધ

ભ્રષ્ટાચાર વિશે નિબંધ

 

ભ્રષ્ટાચાર વિશે 10 લાઇન

  1. ભ્રષ્ટાચાર શબ્દનો સામાન્ય અર્થ ભ્રષ્ટ + આચરણ થાય છે.
  2. પોતાના પદનો દુરુપયોગ કરીને અંગત સ્વાર્થ માટે કરવામાં આવેલ અનીતિના કાર્યને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે.
  3. ભારતમાં આતંકવાદની સમસ્યા કરતા ભ્રષ્ટાચારની સમસ્યા મોટી છે.
  4. ભારતમાં સૌથી મોટા ભ્રષ્ટાચારીઓ દેશના ભ્રષ્ટ રાજનેતાઓ છે.
  5. ભારતમાં થયેલા કુલ ભ્રષ્ટાચારમાં 50 ટકાથી વધુ ભ્રષ્ટાચાર ફક્ત રાજનેતાઓ કરે છે.
  6. લગભગ દરેક સરકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર પગ જમાવીને બેસી ગયો છે.
  7. ઇમાનદાર અધિકારીઓને ઉપરી અધિકારીઓના દબાણમાં આવીને ભ્રષ્ટાચારનો ભાગ બનવું પડે છે.
  8. ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ છે પણ તેની કડક અમલવારી અને સજામાં વિલંબને કારણે અપેક્ષિત પરિણામ નથી મળતું.
  9. ભારત સહિત આખા વિશ્વમાં થોડા વત્તા અંશે ભ્રષ્ટાચાર થાય છે.
  10. દર વર્ષે 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવવામાં આવે છે.
આ પણ વાંચો   [Essay on corruption in 1000 words in Gujarati] ભ્રષ્ટાચાર પર 1000 શબ્દોમાં નિબંધ

ભ્રષ્ટાચાર વિશે 200 શબ્દોમાં નિબંધ

આજે ભ્રષ્ટાચાર આપણા દેશ ભારતમાં સંપૂર્ણ રીતે ફેલાઈ ગયો છે. ભારત દેશમાં લગભગ બધી પ્રકારની આઇટી કંપનીઓ, મોટી ઓફિસો, સારી અર્થવ્યવસ્થા હોવા છતાં આપણો દેશ સંપૂર્ણ રીતે વિકસિત હોવાની રેસમાં ઘણો પાછળ છે. તેનું સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર છે. એ ભ્રષ્ટાચાર ભલે સમાજમાં રહેતા કોઈ વ્યક્તિ નો હોય, સરકારી કર્મચારીઓ નો હોય કે પછી કોઈ રાજકીય નેતા કે અન્ય શિક્ષાનું કાર્યક્ષેત્ર હોય દરેક જગ્યાએ ભ્રષ્ટાચારે પોતાનું ઘર બનાવી લીધું છે. આજના સમયમાં ભ્રષ્ટાચારે ભારત દેશને એવો અજગારી ભરડો લીધો છે કે કોઈપણ કામ આજે ભ્રષ્ટાચાર વગર કરવું અશક્ય જેવું લાગે છે.

ભારત જેવા વિકાસશીલ અને લોકતાંત્રિક દેશમાં ભ્રષ્ટાચાર હોવો એ વૈશ્વિક રીતે કલંક ગણી શકાય. આપણું રાષ્ટ્રીય ચરિત્ર આ કલંક ને કારણે અસ્વચ્છ દેખાવા લાગ્યું છે. જે આપણા દેશ પર કીચડ ઉછાળવા બરોબર ગણી શકાય. ભારતવાસીઓનું નૈતિક સ્તર એટલું નીચું ચાલ્યું ગયું છે કે આપણે વિશ્વના અન્ય લોકો ભારતવાસીઓ માટે શું વિચારતા હશે તેનો કોઈ જ ખયાલ કરતા નથી.

નવાઈ લાગે છે કે એક સમયે આપણો દેશ સત્ય, અહિંસા, કર્મઠ, શીલતા, અને સાંસ્કૃતિક મૂલ્યો માટે વિશ્વ આખામાં પ્રખ્યાત હતો. પરંતુ આજે 21 મી સદીમાં ભારતમાં આ બધી ચીજ વસ્તુઓ નથી જોવા મળતી. જેના કારણે આપણો ભારત દેશ વૈશ્વિક સ્તરે ઓછા વત્તા અંશમાં પોતાની છબી ખોઈ રહ્યો છે. ભ્રષ્ટાચારનું કેન્સર આપણા દેશના સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક સાબિત થઈ રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો ભ્રષ્ટાચાર ભારત માટે આતંકવાદ કરતા પણ મોટો ખતરો છે.

જો આપણે ભ્રષ્ટાચારને ખરેખર સમાપ્ત કરવો જ હોય તો આપણા રાજનેતાઓ, સરકારી તંત્ર અને સામાન્ય પ્રજાએ સાથે મળીને ભ્રષ્ટાચાર સામે લડવું પડશે. ત્યારે જ ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસ ને રોકી શકીશું અને આપણા દેશ ને તેના પંજામાંથી છોડાવી શકીશું.

આ પણ વાંચો   [Essay on corruption in 1000 words in Gujarati] ભ્રષ્ટાચાર પર 1000 શબ્દોમાં નિબંધ

ભ્રષ્ટાચાર વિશે 500 શબ્દોમાં નિબંધ

ભ્રષ્ટાચાર અસલમાં ભ્રષ્ટ + આચરણ એ બે શબ્દોથી બનેલો શબ્દ છે. ભ્રષ્ટ શબ્દના અનેક અર્થ થઈ શકે છે. જેમ કે માર્ગથી વિચલિત થવું, ધ્વસ્ત તેમજ ખરાબ આચરણ વાળા, તથા આચરણ શબ્દનો અર્થ ચરિત્ર વ્યવહાર કે ચાલચલગત કહી શકાય. આ રીતે ભ્રષ્ટાચાર શબ્દની સંધિ છૂટી પાડીએ તો તેનો અર્થ થાય છે અનુચિત વ્યવહાર કે ચાલચલગત. વિસ્તૃત અર્થમાં તેનું તાત્પર્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ એવા અનુચીત કાર્ય કે વ્યવહાર થી છે. જેને તે પોતાના પદ નો લાભ ઉઠાવીને આર્થિક કે અન્ય લાભો પ્રાપ્ત કરવા માટે સ્વાર્થ પૂર્ણ ઢંગથી કરે છે. તેમાં વ્યક્તિ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે વ્યક્તિત્વ લાભ માટે નિર્ધારીત કર્તવ્યની જાણી જોઈને બજવણી કરતા નથી.

ભારતમાં ભ્રષ્ટાચાર ની સ્થિતિ

ભારતમાં ભ્રષ્ટાચાર એ કોઈ નવી વાત નથી. પ્રાચીન ઐતિહાસિક ગ્રંથોમાં પણ તેની સાબિતી મળે છે. ચાણક્ય એ પોતાના પુસ્તક ” અર્થશાસ્ત્ર ” માં અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો છે. આજે ધર્મ, શિક્ષા, રાજનીતિ, પ્રશાસન, કળા, મનોરંજન, રમતગમત વગેરે ક્ષેત્રોમાં ભ્રષ્ટાચારે પોતાના પગ ફેલાવી દીધા છે. લાંચ લેવી દેવી, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી, નફાખોરી કરવી, ગેરકાયદેસર રીતે ધન સંગ્રહ કરવો, કાયદાનું પાલન ન કરવું, અને પોતાના સ્વાર્થ ને પૂરો કરવો વગેરે ભ્રષ્ટાચાર ના એવા રૂપ છે જે હાલના સમયમાં ભારત દેશમાં પ્રચલિત છે. અલગ અલગ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિનું અવલોકન કરનારી સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર 178 દેશો ના લિસ્ટમાં ભારતનું સ્થાન ઘણું ઉપર છે. એનો અર્થ એ પણ નીકળે છે કે આપણો દેશ વિશ્વમાં સર્વાધિક ભ્રષ્ટાચાર કરતા દેશોમાં સામેલ છે.

ભ્રષ્ટાચાર થવાના કારણો

આજે સમાજના દરેક વર્ગમાં ધનની લાલસા જાગી છે અને વધી પણ છે. અને તે લાલચ પૂરી કરવા માટે તેઓ અનુચિત કામ કરવા માટે પણ સંકોચ નથી કરતા. ભ્રષ્ટાચાર ના અનેક કારણો છે જેમાં ગરીબી, બેરોજગારી, સરકારી કાર્યોનો વિસ્તૃત ક્ષેત્ર, મોંઘવારી, નોકરશાહીનો વિસ્તાર, અધિકારી શાહી, ઓછું વેતન, પ્રશાસનિક ઉદાસીનતા, ભ્રષ્ટાચારીઓને સજા દેવામાં થતું મોડું, શિક્ષાથી દૂર ભાગવું, હદ થી વધારે સ્પર્ધા, મહત્વકાંક્ષા, ઈમાનદાર અધિકારીઓને ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવતું દબાણ વગેરે મુખ્ય છે.

આ પણ વાંચો   [Essay on corruption in 1000 words in Gujarati] ભ્રષ્ટાચાર પર 1000 શબ્દોમાં નિબંધ

 

ભ્રષ્ટાચારને કારણે તમારું નુકસાન

ભ્રષ્ટાચારને કારણે જ્યાં લોકો ની નીતિ અને તેના ચારિત્રનું પતન થઈ રહ્યું છે. ત્યારે બીજી બાજુ આપણા દેશને આર્થિક ક્ષતિ પણ ભોગવવી પડી રહી છે. આજના સમયમાં ભ્રષ્ટાચાર ને કારણે અધિકારી તથા વેપારી વર્ગ પાસે કાળુ ધન અત્યાધિક માત્રામાં ભેગું થઈ ગયું છે. આ કાળા ધનને કારણે અનીતિનો વેપાર, નશાખોરી, વેશ્યાવૃત્તિ, તસ્કરી તથા એવા અન્ય ગુનાખોરીના કામમાં વૃદ્ધિ થઈ છે. ભ્રષ્ટાચારને કારણે લોકોમાં પોતાની ફરજ પૂરી કરવાની ભાવના ઓછી થતી જાય છે. દેશમાં સામુદાયિક હીતોને ધ્યાનમાં રાખવાને બદલે પોતાના સ્થાનીય હિતોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ સમાજ આજે ભ્રષ્ટાચાર ની જકડમાં ફસાઈ ચૂક્યો છે. અને આ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ સરકારી વિભાગ બની ચૂક્યા છે. કર્મચારીગણ તક મળે ત્યારે ભ્રષ્ટાચાર કરવાનો લાભ લેવાનું ચૂકતા નથી.

ટાઈટલ ભ્રષ્ટાચાર વિશે નિબંધ Essay In corruption
કેટેગરી નિબંધ
કેટલા શબ્દ માં
10 લાઇન
વેબસાઈટ www.gujjuupadate24.com
whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
ભ્રષ્ટાચાર વિશે નિબંધ
ભ્રષ્ટાચાર વિશે નિબંધ

ભ્રષ્ટાચાર રોકવા માટે ના ઉપાયો

ભ્રષ્ટાચારને કારણે આજે દેશની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ ગઈ છે. એટલા માટે તેના પર બને તેટલું વહેલા કાબુ મેળવવાની જરૂર છે. સામાન્ય રીતે ભ્રષ્ટાચારીઓ માટે ભારતીય કાયદામાં દંડની જોગવાઈ છે. એ સિવાય સમયાંતરે ભ્રષ્ટાચાર રોકવા માટે સમિતિઓ બનાવવામાં આવી હતી. ભ્રષ્ટાચાર નિરોધક કાયદાઓ પણ અમલી બનાવાયા હતા. પરંતુ આટલા પ્રયાસો છતાં હજુ સુધી ભ્રષ્ટાચારને કાબુ કરી શકાયો નથી. તેનાથી છુટકારો મેળવવા માટે આપણે ગરીબી, બેરોજગારી, પછાતપણું વગેરે પર કાબુ મેળવવાની જરૂર છે. એ સિવાય ભ્રષ્ટાચારીઓને દંડ પ્રક્રિયા અને કાયદામાં સંશોધન કરીને તેને કડક બનાવવાની અને સખતાઈ પૂર્વક તેનો અમલ કરવાની જરૂર છે.

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!